અમેરિકાના હુમલાના ભય વચ્ચે ઇરાન પર યુરોપના આકરા પ્રતિબંધો
યુરોપિયન યુનિયનના વિદેશ પ્રધાનો ગુરુવારે ઇરાનના અર્ધલશ્કરી દળ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવા સંમત થયા હતાં. દેશવ્યાપી આંદોલનને ઘાતક કાર્યવાહીથી કચડી નાંખવા બદલ યુરોપિયન યુનિયનને રિવોલ્યુશનરી ગાર્ડના ટોચના કમાન્ડરો સહિત 15 અધિકારીઓ પર ગુરુવારે પ્રતિબંધ પણ મૂક્યો હતો. ઇરાનમાં ઓનલાઇન કન્ટેન્ટની દેખરેખ કરતી સંસ્થા સહિત છ સંસ્થાઓ પર પણ પ્રતિબંધ મુકાયા છે.